Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
--"ભજન નીચે લખેલું છે"--
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/details?id=smm.example.smmapp
Website : http://smm.tss.ai/
Facebook : https://www.facebook.com/ShyamMahilaMandal
Instagram : https://www.instagram.com/shyammahilamandal/
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
💐🌹 ભજન 🌹💐
ચાર આના ખોવાઈ ગયા આઠ આના જડતા નથી
રૂપિયો આપો કાના રૂપિયો આપો કાના
હું તો ડાકોર આવું પગ પાળા આવું
મારા ચંપલ ન જાણે ક્યાં ખોવાઈ ગયા
પગમાં છાલા પડ્યા પગ મારા દુખવા લાગ્યા
ગાડી મોકલને કાના ગાડી મોકલને કાના.....ચાર આના......
હું તો કુંડળ લાવી હું તો મુગટ લાવી
ના જાણે તિલક ક્યાં ખોવાઈ ગયું
પાકીટ તો પડી ગયું ખીસ્સુ તો ખાલી થયું
તિલક હું ક્યાંથી લાવું તિલક હું ક્યાંથી લાવું....ચાર આના...
માખણ મિસરી લાવી મોહનથાળ લાવી
મગસ ધરાવવાનું હું તો ભૂલી ગઈ
ભોગ ધરાવી દીધો તુલસી ભૂલી ગઈ
ગાંડીને ઘેલી થઈ હું તો ભાન ભૂલી ગઈ. ...ચાર આના....
હું તો ભક્તોને લઈ ધજા ચડાવવા ગઈ
મારા રણછોડરાય બહુ ખુશ થયા
ભક્તો સૌ ભેગા મળી દહી ગોટા ખાવા લાગ્યા
હંસાબેન ખોવાઈ ગયા સરોજબેન શોધવા ગયા....ચાર આના....
💐🌹 સાખી 🌹💐
હે..... ખમ્મા ખમ્મા મારા રાય રણછોડ ને રણછોડરાય જો મહેર કરે
રણછોડરાય જો મહેર કરે તો ભક્તો એના લહેર કરે રે......