MENU

Fun & Interesting

હોમ લોન લેતી વખતે આ 10 બાબતો ધ્યાનમાં રાખશો તો છેતરાશો નહીં

I am Gujarat 24,106 2 years ago
Video Not Working? Fix It Now

ઘર ખરીદવું એ (Home loan hacks) કોઈ નાનીસૂની વાત નથી. ખાસ કરીને મધ્યમ વર્ગનો કોઈ વ્યક્તિ જીવનમાં વધુમાં વધુ એક અથવા બે વાર મકાન ખરીદવા વિચારતો હોય છે. સ્વાભાવિક છે કે મર્યાદિત આવક ધરાવતા વ્યક્તિએ ઘર ખરીદવા માટે Home loan લેવી જ પડે છે. પરંતુ ઘણા લોકો લોન લેતી વખતે કેટલીક ભૂલ કરી બેસતા હોય છે, જેના કારણે તેમનું ગણિત થોડા સમયમાં જ ખોરવાઈ જતું હોય છે. એક તરફ ઘરના હપ્તા ચૂકવવામાં ઘણા લોકોની અડધોઅડધ આવક ખર્ચાઈ જતી હોય છે, ત્યારે બીજા ખર્ચા કાઢવા મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ ના સર્જાય તે માટે કેટલુંક આગોતરું આયોજન અને ગણતરી જરુરી છે. આજે આપણે જાણીશું કે એવી કઈ વાતો છે કે જે તમારે નવું ઘર ખરીદતા પહેલા કે પછી કોઈપણ બેંકમાંથી હોમ લોન લેતા પહેલા સુનિશ્ચિત કરવી અતિ આવશ્યક છે.

Comment