એવું કહેવાય છે કે અમેરિકાનું પાણી ભલભલાને બદલી નાખે છે.. અમેરિકામાં પગ મૂકતા જ ડોલર અને ગ્રીન કાર્ડ માટે કોણ કોને ક્યારે દગો આપશે, ક્યારે સાથ છોડશે અને ક્યારે પીઠમાં ખંજર ભોંકશે તે કંઈ જ નક્કી નથી હોતું. અત્યારસુધી એવા પણ ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઈન્ડિયામાં સુખેથી રહેતા પતિ-પત્ની વચ્ચે અમેરિકા ગયા બાદ ઝઘડા થવા લાગ્યા હોય, કોઈનું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હોય અને કોઈ ભેદી સંજોગોમાં રાતોરાત અમેરિકામાં કોઈ ગુમ થઈ ગયું હોય.. આવી જ એક ચોંકાવનારી સત્યઘટના આજે આપની સાથે આ વિડીયોમાં શેર કરવાની છે જેમાં પત્ની અને દીકરા સાથે ઈલીગલી અમેરિકા ગયેલા અમદાવાદના એક યુવકને યુએસ પહોંચતા જ તેની પત્નીનું એક નવું જ સ્વરૂપ જોવા મળ્યું હતું. આ યુવક 2022માં ડોલર કમાવવાની સાથે પોતાના લગ્નજીવનને બચાવવા તેમજ પત્નીને એક ચાન્સ આપવા માટે 1.30 કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયો હતો, પરંતુ આજે તે અમેરિકામાં એકલો રહેવા મજબૂર છે અને તેની પત્નીએ તેને એટલી હોશિયારી સાથે ફસાવ્યો છે કે આ યુવકને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે નથી સમજાઈ રહ્યું. પોતાની પત્ની શું કોઈનો સપોર્ટ લઈને આ બધું કરી રહી છે, તેને સપોર્ટ કરનારો કોણ છે અને કેમ તે બંને ભેગા થઈને આમ કરી રહ્યા છે તે જાણવા માટે આ યુવકે ઘણી મથામણ કરી હતી પરંતુ હવે તે સંજોગો સામે લડી-લડીને એ હદે હારી અને થાકી ચૂક્યો છે કે તેણે હથિયાર હેઠા મૂકી દીધા છે અને હાલ તે અમેરિકામાં બસ જેમ-તેમ દિવસો કાઢી રહ્યો છે.
જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS776tFhFSXom