Best parotha I ever tasted in Gujarat.
આશરે 2 મહિના પછી ફરી ફૂડ બ્લોગિંગની શરૂઆત કરી, મનમાં ઘણા સવાલો હતા.
ગુજરાતના 36 મોટા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ બિઝનેસ ચાલુ તો છે પણ ફક્ત પાર્સલ સેર્વીસની છૂટ છે. તો શું પાર્સલ ઓર્ડર કરું ?... હાઈવે ફૂડ હન્ટ કરું ? ... કે પછી નાના શહેરો કે ગામની ફૂડ પીક્યુલારિટીસ શોધું ? ...
નાના શહેરો કે ગામ માં અત્યારે ફૂડ પોઈન્ટ્સ પર કે રેસ્ટોરન્ટ્સ માં અત્યારે ફૂડ સર્વ થતું હશે ? ... કોઈ જમવા જતું હશે ? ... અને મોટા શહેરોની ઓડિયન્સને એનાથી શું મતલબ રહેશે ? ... આ બધી વીમાસણો વચ્ચે મને "અંદાઝ અપના દેશી" વાળા ચેતનભાઈની વાત યાદ આવી. તેમને કહેલું કે એક વખત ગોંડલ આવો અહીં નાનું શહેર છે પણ ફૂડ નો જબરો શોખ છે લોકોને...
વળી ગોંડલ ગાંઠિયા અને ભજિયાને લઈને તો ખુબ ફેમસ છે તેતો મને ખબર હતીજ પણ અહીંના પરોઠાનો પણ એક બહોળો ચાહકવર્ગ છે જે અહીંના 5 દાયકા જૂનો સ્વાદ છે અને ગોંડલની બહારના લોકો પણ અહીં આ પરોઠાને કારણે ભૂલા પડે છે.
એ પરોઠા ક્યાં મળે છે, કેટલા વાગ્યા સુધી મળે છે અને પરોઠા સાથે બીજું શું હોઈ છે અને હવે એવું તો શું છે એ પરોઠામાં એ તો આ વીડિયો જોયા પછીજ ખબર પડશે.
તો વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
એડ્રેસ :
સુરેશ્વર પરોઠા હાઉસ
મહારાજા ભગવત સીંહજી ટાઉન હોલ સામે
ગોંડલ
મોં. .