કુદરતના ખોળે ખીલેલી વનરાઈમાં કેસુડો એટલે ખાખરો, પલાસ આવા નામથી જાણીતું ઝાડ માનવ અને અન્ય જીવો માટે ખુબજ મહત્ત્વ ધરાવતું આ વૃક્ષ છે, માનવ જીવનમાં ખાસ કરીને આદિવાસી સમાજમાં જન્મથી મૃત્યુ સુધી આ વૃક્ષ નો ઉપયોગ કરવામાં આવે છે, અને કેસુડો પણ આદિવાસી કુદરતીના ખોળે, તેમના તહેવારોના સમયમાં જ તે સોળે કળાએ ખીલે અને પોતાનો પરિચય આપે છે. ત્યારે જાણે સમગ્ર જીવ સૃષ્ટિને સંદેશો આપતો હોઈ છે કે તમે મારી જેમ જીવનમાં સુસંસ્કરોથી સજ્જ થઇ જીવનમાં આગળ વધો.
અહીં કવિએ સરસ કાવ્ય ધોરણ -૩ માં ગુજરાત સરકારના પાઠયપુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે, ત્યારે બાળકો આ કાવ્યના કુદરતી કેસુડાને જાણે અને માણે તે માટે આ વિડીયોમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી અને કાંટુ ગામની વચ્ચે આવેલ પહાડીઓમાં સોળે કળાએ ખીલેલ કેસુડાનો વિડીઓ બળદેવોના અને ગુરુદેવના આ વિડીઓ ખૂબજ ઉપયોગી થશે.
કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો,
આયો ફાગણીયો રૂડો ફાગણીયો.....
video. Pratapsinh Maida Official