Vasant panchami & shikshapatri 02-02-2025
વસંતપંચમી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને કલરફૂલ સેવંતીના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વસંતપંચમી નિમિત્તે તા.02-02-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના ફુલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા છે. શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મા સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. આ ઉપરાંત દાદાના સિંહાસને બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 6 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.
શ્રી શિક્ષાપત્રી જંયતિ એવં વસંત પંચમી
ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् । सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखाः
અહિંસા આદિક સદાચાર, તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિષે ને પરલોકને વિષે મહા સુખિયા થાય છે.
શિક્ષાપત્રી જયંતિ એવં વસંત પંચમીની શા. હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારીશ્રી વિવેકસાગરદાસજી તરફથી હાર્દિક શુભકામનાઓ.
Hello Devotees
Jai Shri swaminarayanv
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.kastbhanjandev.salangpur&hl=en
#salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan #Botad #gujarat #barwala #vasantpanchami2025 #vasantpanchami #shikshapatri #sikshapatrijayanti #santo
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩