૧. સંત ધરતીને પસંદ કરે તે સંસ્કારી ધરતી કહેવાય..
૨. ભગવાનના માર્ગે ચાલે એ કોઈને ગમતું નથી, વર્ષોથી આ રીતે ચાલી આવે છે..
૩. પ્રહલાદને ભગવાનમાં વિશ્વાસ હતો તેથી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાન સાથે રહ્યા.ભગવાનમાં વિશ્વાસ હોય તો કામ થાય,વિશ્વાસ વગર ન ચાલે.
આપણે ભગવાનના આશરે બેસીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે પણ વિશ્વાસ જોઈએ.
૪. હોળીનો ઇતિહાસ - ભગવાનના ભક્તનો દ્રોહ કરે એની ભગવાન રક્ષા ન કરે,ભલે કંઈ પણ વરદાન હોય..
૫. ભગવાનનો દ્રઢ આશરો હોય તો નિશ્ચિંતતા, નિર્ભયતા પ્રગટે.
૬. સભામાં રેગ્યુલર હોય એની તનની,મનની, ધનની અને આત્માની બધી જ જવાબદારી ભગવાન માથે લે..
૭. અંત અવસ્થાએ ભગવાન તમને દર્શન દઈને તેડવા આવશે..