#અઝોલા. ( પાણી ની સપાટી પર થતી વનસ્પતિ)
🍀☘️🍀☘️🍀☘️🍀☘️
#azola.
🍀 અઝોલા ગાય / ભેંસ / બકરા / મરઘી ઓ નાં પૂરક ચારા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે.
🍀 પશુ ઓ ને આપવા માં આવતા વિવિધ ખોળ / દાણ / ચારા સાથે મિક્ષ કરી ને અઝોલા આપી શકાય છે.
🍀 અઝોલા નાં કાયમી ઉપયોગ થી પશુ ઓ પર કરવા માં આવતા પોષણ ખર્ચ માં ઘટાડો કરી શકાય છે.
🍀 અઝોલા નો ઉપયોગ ખેતી માં ઉત્તમ ખાતર તરીકે પણ થઈ શકે છે.
🍀 જરૂરિયાત મુજબ અઝોલા ખુબ જ ઓછા ખર્ચ થી ઉત્પન્ન કરી શકાય છે.
🍀 ૧.૫ ફૂટ ઊંડો અને ૩ ફૂટ પહોળો ( લંબાઈ અનુકૂળતા મુજબ ) બેડ બનાવી અઝોલા સળતા થી બનાવી શકાય છે.
🔷 બજાર માં તૈયાર પ્લાસ્ટિક / તારપુલીન બેડ પણ મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકાય.
🔷 ઉપર જણાવ્યા મુજબ ની સાઇઝ નો બેડ પ્લાસ્ટિક નાં ઉપયોગ થી બનાવી શકાય.
🔷 ઈંટ , પત્થર અને સિમેન્ટ દ્વારા પણ બેડ બનાવી શકાય.
👉🏾 તૈયાર થયેલ બેડ માં ૨ થી ૩ ઇંચ સુધી માટી અને છાણ નું મિશ્રણ નાખ્યા બાદ તેમાં ૬ થી ૧૦ ઇંચ સુધી પાણી ભર્યા બાદ તેમાં ઉપર થી અઝોલા નું બિયારણ નાખી દેવું.
૧૦ દિવસ બાદ સંપૂર્ણ બેડ અઝોલા થી ભરાઈ જાય ત્યાર બાદ જરૂરિયાત મુજબ અઝોલા બેડ માં થી કાઢી પશુ ઓ માટે ઉપયોગ માં લઇ શકાય.
👉🏾 ભારત સરકાર દ્વારા ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દરેક જિલ્લા દીઠ કાર્યરત છે.
ત્યાં થી અઝોલા બિયારણ સરળતા થી ઉપલબ્ધ હોય છે.
👉🏾 ગીર સોમનાથ જિલ્લા નાં ખેડૂતો કોડીનાર સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર રૂબરૂ મુલાકાત લઈ આ તકનીક નું નિર્દેશન જોઈ શકે છે.
{ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - કોડીનાર ( ગીર સોમનાથ ) પર થી અઝોલા બિયારણ વિના મૂલ્યે ઉપલબ્ધ છે.}
( અઝોલા ઉત્પાદન / ઉપયોગ વગેરે બાબતે ઘણા નાના નાના પ્રશ્નો પણ ઉદ્દભવે છે . જે અનુભવ દ્વારા સોલ્વ કરી શકાય છે.)