#bhajan #bhaktisongs #satsang
|| કિર્તન નીચે લખેલું છે કિર્તન ||
|| ભક્તિનંદન કીર્તન ભજન ||
જનક રાજા ને ખેતર સાધુડા ઉતર્યા
હારે ત્યાં તો માંડી છે રામ નામ ધુન
ગુરુજી મારા વાડીમાં રામ રસ વાવ્યો........
એક એક સાધુડાએ અંગૂઠા વાઢીયા
હાં રે એણે માટલામાં ભર્યા છે લોહી
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો........
જનક રાજા ને ખેતર ખાડો ગળાવયો
હારે એને ખાડામાં માટલી દાટી
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.......
સોનાનું હળ અને રૂપલા બળદીયા
હારે એણે તાંબાના ગાડા જોડયા
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.......
ઉત્તર દક્ષિણ નો હળાયો કર્યો
હારે ત્યાં હળ હાંકે છે જનકરાય
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો...........
હળની અણીએ જોને ઘડુલો ભરાણો
હારે એમાં પ્રગટ્યા છે સીતા સતી
ગુરુજી મારી વાડીમાં રામરસ વાવ્યો .........
હોશે હોશે એ ઘરે લઈ આવ્યા
હારે એને સોનાના પારણા બાંધ્યા
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.........
પારણામાં પોઢેલ સીતાજી સાંભળે
હારે સતી સુનયના હાલરડા ગાય
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.........
16 વર્ષના સીતાજી થયા
હારે એ તો પાણીડા ભરવા હાલ્યા
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.......
જનક રાજાએ મોટો યજ્ઞ આદર્યો
હારે એને વરાવવા સીતા સતી
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો........
દેશ પરદેશથી રાજાઓ આવ્યા
હારે એક આવ્યો છે લંકા નો રાજા
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો........
ધનુષ ને ફરતે રાવણ આંટા ફરે છે
હારે એણે ધનુષ અડી જોયું
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો......
ધનુષ્ય ઉઠાવતા એના હાથ અચકાયા
હારે એ તો ભરી સભામાં પડી ગયો
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો......
અયોધ્યા નગરી થી બે કુવર આવ્યા
હારી એની સાથે ગુરુજીનો સાથ
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો......
ગુરુ દેખીને રામે આજ્ઞા રે માગી
હારે એને આજ્ઞામાં આશિષ આપ્યા
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો .....
જમણા હાથે રામે ધનુષ ઉઠાવ્યું
હારે એને ડાબા હાથે ધનુષ ભાંગ્યું
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો......
આલા લીલા વાસના મંડપ રોપાણા
હારે ત્યાં પરણે સીતાને શ્રીરામ
ગુરુજી મારી વાડીમાં રામ રસ વાવ્યો.......
=====================================
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #bhakti #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #bhajan #satsang
=====================================
🌟 સ્વાગત છે આપનું! 🌟
નમસ્તે મિત્રો! 🙏 "રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું" ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે જીવનની મુસાફરીને આધ્યાત્મિકતા, પ્રેમ અને શિક્ષણ સાથે જોડીએ છીએ. 🚶♂️✨
આપનો ધ્યેય છે તો, આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા સાથે આ આત્મિક સફરમાં જોડાઓ! 🌈❤️
જ્યાં અમને જોવા માટે... 👉 [ / @bhaktinandankirt. .]