#gujarati #poet #poetry
ગુજરાતી સાહિત્યજગતનું એક મોખરાનું નામ એટલે કવિ વિનોદ જોશી. એમની રચનાઓની મોહિનીનો ગુજરાતી કાવ્યભાવકો પર વ્યાપક પ્રભાવ છે. એમનાં ગીતકાવ્યો તો અગાયકને પણ ગાતાં કરી મૂકે તેવાં સહજ. તેના ભાવહિલ્લોળમાં સહૃદયો એવાં તો તણાઇ જાય છે કે ભાષા અને તેના અર્થો એમને માટે સાવ ગૌણ બની જાય છે. `પરંતુ' કાવ્યસંગ્રહથી આરંભાયેલી એમની કાવ્યયાત્રા વૃતબદ્ધ દીર્ઘકાવ્ય `શિખંડી', મધ્યકાલીન ગુજરાતી કાવ્યસ્વરૂપમાં લખાયેલી પદ્યવાર્તા 'તુણ્ડિલ-તુણ્ડિકા', બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહો `ઝાલર વાગે જૂઠડી', અને `ખુલ્લી પાંખે પિંજરમાં' તેમજ રાષ્ટ્રીય સ્તરે પોંખાયેલાં અને વિવિધ ભારતીય ભાષાઓમાં અનૂદિત થયેલાં સાત સર્ગનાં પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી' સુધી વિસ્તરી છે. ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ અને ગુજરાતી કવિતાના સર્વોચ્ય ગણાતા નરસિંહ મહેતા એવોર્ડ જેવા અસંખ્ય નોંધપાત્ર પારિતોષિકોથી વિભૂષિત આ કવિનો સાહિત્યની ભાષા અંગેનો દૃષ્ટિકોણ આપણને વિચારતાં કરી મૂકે તેવો છે. લોકભાષા અને સંસ્કૃતપ્રચુર ભાષાનો સમન્વય ધરાવતી વિનોદ જોશીની રચનાઓ ઘણી વિલક્ષણ છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં એક પ્રશિષ્ટ કવિ તરીકે વિનોદ જોશીનું બહુ ઊંચું સ્થાન છે. જલસો સાથેના આ સંવાદમાં તેમણે તેમના સાહિત્ય સર્જનો વિશે, સમગ્ર સાહિત્ય સફર વિશે વાત કરી છે. ગુજરાતી ભાષા વિશે તેઓ ખૂબ અલગ મત ધરાવે છે અને જયારે તેમનો ભાષા માટેનો દ્રષ્ટિકોણ સાંભળીએ તો આપણને પણ ક્યાંક વિચારતા કરી મૂકે છે. એમની સાથેનો આ સંવાદ અત્યંત રસપ્રદ છે. અંત સુધી સાંભળવો ગમે તેવો.
Watch full podcast on Jalso Podcast YT Channel.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : https://www.facebook.com/JalsoMusic
Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
05:00 - વિનોદ જોશીના જીવનમાં કવિતા કેવી રીતે જન્મી?
11:16 - વિનોદ જોશીનું બાળપણ
19:00 - ભાષા શું છે? વિનોદ જોશીના મતે ભાષા એટલે શું?
29:30 - ગુજરાતી ભાષાનું મહત્વ અને ભવિષ્ય
33:15 - ભવિષ્યમાં તમારી આ રચના ભૂલાઈ જશે એવો ડર લાગે છે?
36:32 - 'પરંતુ' કાવ્યસંગ્રહ વિશે અને વિનોદ જોશી ઉપર કોનો પ્રભાવ હતો?
51:00 - વિનોદ જોશીના જીવનની કોઈ દુઃખદ ક્ષણ
52:40 - ગઝલ સાહિત્ય વિશે
54:30 - ગીતો પ્રત્યે પ્રેમ
01:01:00 - વિનોદ જોશીની રચનાઓમાં છલકતો શૃંગાર રસ અને સ્ત્રીસંવેદનાનું સુંદર આલેખન
01:08:00 - વિનોદ જોશીના અતિ લોકપ્રિય ગીતો
01:09:50 - 'કૂંચી આપો બાઈજી' ગીત
01:11:30 - 'સખી મારો સાઈબો' ગીત
01:14:20 - મહાભારત ઉપરથી રચાયેલું અદ્ભુત પદ્ય 'સૈરેન્ધ્રી'
01:24:40 - 'સૈરેન્ધ્રી' કોણ છે? શું છે? 'સૈરેન્ધ્રી' લખીને શું પ્રાપ્ત થયું?
01:29:00 - દ્રૌપદીનો કર્ણ પ્રત્યેનો અનુરાગ
01:33:40 - કાવ્ય વિવેચક તરીકે 'સૈરેન્ધ્રી' કાવ્યનું કઈ રીતે વિવેચન કરશો?
01:36:20 - ગુજરાતી ભાષાકર્મ, ગુજરાતી સાહિત્યકર્મ કઈ દિશામાં જઈ રહ્યું છે?
01:38:45 - પ્રિય ગુજરાતી કવિ
01:40:45 - વિનોદ જોશીનું પ્રિય ગીત
01:41:40 - પહેલાનું ગુજરાતી સાહિત્ય અને લેખકો યાદ આવે છે? શું તફાવત છે?
01:45:45 - આજના કવિઓને શું સલાહ આપશો?
01:48:00 - 'સૈરેન્ધ્રી' પછી શું આવશે હવે?
01:55:37 - 'સૈરેન્ધ્રી' ના અંશનું પઠન
#podcast #gujarati #conversation