નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ના ચોથા મણકાના વક્તા હતા જાણીતા કવિ, નાટ્યલેખક, સંચાલક અને વાર્તાકાર શ્રી રઈશ મનીઆર.
અહીં રઈશ મનીઆરે પોતાના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર’ વિશે વાતો કરી. વાર્તાઓ લખાઈ એ પાછળની એમની પ્રોસેસ, એમના અનુભવો અને કથા પાછળની કથાઓ વહેંચી. સર્જકે પોતાની એક ટૂંકી વાર્તાનું વાંચન પણ કર્યું.
ભાવકોને પણ ગદ્યકાર રઈશ મનીઆરને મળવાનો આ અનુભવ ખૂબ પસંદ પડ્યો.