નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ પરંપરામાં ગુજરાતી ભાષાના બે યુવા કવિઓ પધાર્યા હતા, જુગલ દરજી અને રિન્કુ રાઠોડ ‘શર્વરી’. ગુજરાતી સાહિત્યમાં કાવ્ય ક્ષેત્ર આ બંને યુવા સર્જકોને ભાવકો અને વિવેચકો પોંખી રહ્યા છે, એમની રચનાઓમાં એક જુદો બળુકો અવાજ છે એ ભાવકોએ અનુભવ્યું.
આ બંને યુવાકવિઓ પોતપોતાની કાવ્યસર્જન પ્રક્રિયા વિશેની, પોતાના મૂળ અને કુળ વિશેની રસપ્રદ વાતો કરી. પોતાની રચનાઓ ભાવકો સામે રજૂ કરી.
કાવ્યગોષ્ઠિ પરંપરામાં અત્યાર સુધી રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, વિનોદ જોશી, દલપત પઢિયાર, ઉષા ઉપાધ્યાય, તુષાર શુક્લ, ઉદયન ઠક્કર, સૌમ્ય જોશી,ભાવેશ ભટ્ટ, અશોક ચાવડા ‘બેદિલ’, કૃષ્ણ દવે, એષા દાદાવાલા અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ જેવા કવિઓએ પોતાની કવિતા અને કાવ્યસર્જન પ્રક્રિયા વિશે રસપ્રદ વાતો કરી છે.