નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં વક્તા તરીકે ઉપસ્થિત હતા ગુજરાતી ભાષાના જાજરમાન લેખિકા આદરણીય વર્ષા અડાલજા.
સાત દાયકા જૂની જીવનયાત્રા અને પાંચ દાયકા જૂની લેખનયાત્રા વિશે એમણે ગોઠડી માંડી.
એમના જન્મદિવસના દિવસે જ એમની આત્મકથા ‘પગલું માંડું હું અવકાશમાં’નું લોકાર્પણ થયું.
ગુજરાતી અને હિન્દી ફિલ્મ ટીવી અભિનેત્રી નેહા મહેતાએ વર્ષાબેનની આત્મકથામાંથી એક પ્રકરણનું વાચિકમ કર્યું.