ડૉ. નિમિત્ત ઓઝા. ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, કટાર લેખક અને ઉત્તમ વક્તા. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’માં તેઓ વક્તા તરીકે પધાર્યાં હતા. ‘મારી કેફિયત’ વિષય અંતર્ગત અહીં સર્જકે પોતાના બાળપણ, પરિવાર અને ઘડતરની વાતો વાગોળી. જીવનમાં મળેલી નિષ્ફળતાઓ અને નિરાશાઓેને યાદ કરી અને શ્રદ્ધા દીપક સમા એ લોકોને યાદ કર્યાં જેમના થકી જીવન અને સંબંધ પ્રત્યેની આસ્થા દ્રઢ રહી. સર્જકે એમની કૃતિઓ પાછળના મનોમંથનની વાતો કરી ભાવક સાથે સમૃદ્ધ સેતુ રચ્યો.