નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘નવજીવન Talks’ માં વક્તા તરીકે પધાર્યાં હતા આ પેઢીના સશક્ત નવલકથાકાર દેવાંગી ભટ્ટ.
છેલ્લાં પાંચેક વર્ષમાં આ નવલકથાકાર પાસેથી ગુજરાતી ભાષાને પાણીદાર નવલકથાઓ મળી છે.
આ નવલકથાની નાયિકાઓનો અવાજ બહુ નોખો છે. એમનું વિશ્વ પણ રસપ્રદ.
દેવાંગી ભટ્ટે પોતાની નવલકથા અને નાયિકાઓની સુંદર વાતો કરી. કથા લખવા પાછળની એમની મથામણની ચર્ચા કરી અને અંતે ભાવકના પ્રેમાગ્રહને વશ પોતાની બે કવિતાનું પઠન કર્યું.