MENU

Fun & Interesting

EP - 23 / માતૃવંદના / Part : 01 / Ratilal Borisagar / નવજીવન Talks / Navajivan Trust

Navajivan Trust 2,269 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

ગુજરાતી ભાષાનાં ખૂબ જાણીતા વિવેચક અને હાસ્યલેખક આદરણીય રતિલાલ બોરીસાગરે માતૃવંદના કરી. પોતાની બા સંતોકબહેન યાદ કર્યા. એમના વિશેના સ્મરણો વાગોળ્યા. બા તરફથી વારસામાં મળેલી શીખામણની જડીબુટ્ટી ભાવકોને ચખાડી અને સૌ કોઈને બાલોકની લાગણીસભર યાત્રા કરાવી.

નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત અને દીપક મહેતા સંપાદિત ‘માતૃવંદના’ પુસ્તકમાં ગુજરાતી ભાષાના ૧૦૭ સર્જકોએ પોતાની બાની વાતો લખી છે. મા સાથેના ખટમીઠા સંભારણાઓ લખ્યા છે. ભીની ભીની લાગણીઓ અને સ્મરણોની ગાંસડી પર ૧૦૭ જનેતાનો પાલવ જેવો હાથ હેતથી ફરતો રહ્યો છે. વાચકોને જુદાં જ સંવેદનલોકની સફરમાં લઈ જશે આ શ્રેષ્ઠ પુસ્તકશ્રેણી. આ પુસ્તકમાં જેમણે પોતાની માતાઓ વિશે લખ્યું છે એ દરેક સર્જકોને અને એમની જનેતાઓને વંદન કરીએ છીએ.

‘માતૃવંદના’ પુસ્તકના પાંચ ભાગ છે. પાંચેય ભાગમાં પથરાયો છે ૧૦૭ જનેતાઓનો મમતા ભરેલો પાલવ.

પાંચ ભાગની કિંમત છે ₹ ૮૭૫
સ્વતંત્ર ભાગની કિંમત છે ₹ ૧૭૫.

આ પુસ્તક ઘરે બેઠા મેળવવા માટે આપ નવજીવન ટ્રસ્ટના વેચાણ વિભાગમાં મોબાઈલ નંબર - 8849593849 પર કોલ કરી શકો છો.

Comment