મહેન્દ્રસિંહ પરમાર લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ વિશે નવજીવન Talks માં સુંદર સંવાદ થયો.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત આ પુસ્તકને વધાવવા મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા.
વાર્તાકાર, અનુવાદક અને શિક્ષણવિદ્ વિશાલ ભાદાણીએ વાર્તાસંગ્રહ ‘પોલિટેકનિક’ વિશે રસપ્રદ વાતો કરી. અહીં વિશાલ ભાદાણીએ આ કથાઓની વિશેષતા, એમાં પ્રયોજાયેલા ગદ્યની અને વાર્તાકર્મની માર્મિક વાતો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.