‘નવજીવન Talks’માં વક્તા તરીકે વાર્તાકાર નાટ્યકાર શક્તિસિંહ પરમાર પધાર્યા હતા. ‘પન્નાલાલ પટેલનો વાર્તામલક’ વિષયના સંદર્ભમાં શક્તિસિંહ પરમારે પન્નાલાલ પટેલની અજાણી પણ ઉત્તમ કથાઓ વિશે રસપ્રદ વાતો કરી. વાર્તાકાર પન્નાલાલ પટેલનું વિશ્વ, કથાસાહિત્યનું વૈવિધ્ય અને કિરદારો વિશે સુંદર છણાવટ થઈ.
અંતે આદરણીય રઘુવીર ચૌધરીએ પન્નાલાલ પટેલ વિશે લાગણીસભર વાતો વાગોળી અને સર્જકને યાદ કર્યા.