‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાનાં જાણીતાં લેખિકા, કવયિત્રી, અનુવાદક અને પત્રકાર આદરણીય સોનલ પરીખ પધાર્યાં હતા.
‘કસ્તૂરથી બા’ સુધીની યાત્રા એમણે વાગોળી.
કસ્તૂર કાપડિયાથી કસ્તૂરબા ગાંધી સુધીની સફર બહુ પ્રેરણાદાયી છે.
કસ્તૂરબાનાં જીવનના દરેક તબક્કા, બાનો સંઘર્ષ, બાની તપસ્યા અને બાની વિશેષતાઓ વિશે સોનલ પરીખે રસપ્રદ વાતો કરી અને બાનાં સમગ્ર વ્યક્તિત્વના અજાણ્યા ખૂણાઓ સુધી ભાવકોએ યાત્રા કરી.