‘નવજીવન Talks’માં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર મધુ રાય પધાર્યા હતા. ‘મારી કેફિયત’ વિષય અંતર્ગત મધુ રાયે પોતાના સંસ્મરણો અને સર્જનયાત્રાના અલગ અલગ પડાવો વાગોળ્યા. ભાવકો સાથે પણ મીઠી ગોઠડી કરી.