ગાંધીનિર્વાણ દિવસની પૂર્વ સંધ્યાએ મહાત્મા ગાંધીજીના જીવન અને વ્યક્તિત્વ વિશે જાણીતા પત્રકાર લેખક શ્રી દીપક સોલિયાએ રસપ્રદ ગોઠડી કરી. દીપકભાઈએ ગાંધીજીના વિચારો, એમના વિશેના ભ્રમો અને બાપુની ગીતા પ્રત્યેની આસ્થા બાબતે બહુ સુંદર વાતો કરી.