નવજીવન Talksમાં સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકોનું એકસાથે વિમોચન થયું.
નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત સ્વામી આનંદ લિખિત પાંચ પુસ્તકો ‘ધરતીનું લૂણ’, ‘મોતને હંફાવનારા’, ‘કુળકથાઓ’, ‘અનંતકળા’ અને ‘નઘરોળ’ વિશે અનુક્રમે ગુજરાતી ભાષાના પાંચ શ્રેષ્ઠ વક્તાઓ શરીફા વીજળીવાળા, મહેન્દ્રસિંહ પરમાર, મીનલ દવે, રાજેશ પંડ્યા અને શક્તિસિંહ પરમારે ભાવકો સાથે રસપ્રદ વાતો કરી. સૌ કોઈ સ્વામી આનંદના વિશિષ્ટ ગદ્યના સથવારે સમૃદ્ધ થયા. પાંચે પુસ્તકના રસદર્શનનો ઉત્તમ લાભ ભાવકોને પ્રાપ્ત થયો.