નવજીવન ટ્રસ્ટનાં આંગણે નવજીવન Talksમાં પધાર્યા હતા જાણીતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર. સાડા ચાર દાયકાથી પણ જૂનો રંગભૂમિ સાથેનો એમનો અતૂટ સંબંધ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો સાથેના એમના રસપ્રદ અનુભવો. એમણે પોતાની નાટ્યયાત્રાના વર્ષોને વાગોળ્યા. જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ સાથેના પોતાના અનુભવોથી ભાવકોને સમૃદ્ધ કર્યા.