નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતી અભિનેત્રી રત્ના પાઠક શાહ પધાર્યાં હતા. દીના પાઠક ભારતીય સિનેમા અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવશાળી નામ. દીના પાઠકના સો વર્ષની ઉજવણીનો સમારોહ હતો. એમના જીવન અને અભિનય વિશે એમની દીકરી રત્ના પાઠક શાહે બહુ રસપ્રદ વાતો કરી. અવેતન થિએટર, મેના ગુર્જરી, શાંતા ગાંધી, દીના પાઠક અને ગુજરાતી રંગભૂમિનો મૂઠી ઉંચેરો સંબંધ, દીના પાઠકનું હૂંફાળું વ્યક્તિત્વ અને એમણે કરેલી ફિલ્મો વિશે ભાવનાત્મક સંવાદ થયો. દીના પાઠક જેવા ‘વિશ્વ ગુર્જરી’ અભિનેત્રીને સૌએ ભાવથી યાદ કર્યા.