નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં કવયિત્રી વર્ષા દાસ લિખિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘કવિતા’નું વિમોચન થયું.
આ પ્રસંગે જ્ઞાનપીઠ સન્માનથી પુરસ્કૃત ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી અને કવયિત્રી, લેખિકા ઉષા ઉપાધ્યાયની માનવંતી હાજરી હતી. વર્ષા દાસની કવિતાઓ વિશે આ બંને સાહિત્યકારોએ રસપ્રદ વક્તવ્ય આપ્યું.
વર્ષા દાસે પોતાનો કાવ્યસંગ્રહ કવિતા જેમાં ત્રણ ભાષામાં કવિતાઓ શોભે છે એ પુસ્તકપ્રાગટ્યની ક્ષણે પોતાનો હર્ષ વ્યક્ત કર્યો.
જાણીતી અભિનેત્રી અને દિગ્દર્શિકા નંદિતા દાસે વર્ષા દાસ લિખિત કવિતાઓનું ભાવસભર પઠન કર્યું.