નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talks માં વક્તા તરીકે જાણીતા પત્રકાર અને લેખક શ્રી પ્રશાંત દયાળ પધાર્યા હતા. તેમણે પોતાના પત્રકારત્વની સફર વિશે શ્રોતાઓ જોડે રસપ્રદ વાતો કરી હતી. ‘જીવતી વારતા’, ‘નાદાન’, ‘દીવાલ’, ‘શતરંજ’, ‘૨૦૦૨ના રમખાણોનું અર્ધસત્ય’, ‘અક્ષરધામ’ અને ‘લતીફ’ તેમના આ સાત પુસ્તકો અને એમના સર્જન વિશે શ્રોતાઓ જોડે વાત કરી હતી. તેમના પત્રકાર તરીકેના અનુભવો સંભાળી શ્રોતાઓને રોમાંચનો અનુભવ થયો હતો.
પ્રશાંત દયાળે સાબરમતી જેલ અને બંદીવાન મિત્રો જોડેના એમના અનુભવો અને એમના સર્જનાત્મક કાર્યોથી શ્રોતાઓને માહિતગાર કર્યા હતા.