નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતા પત્રકાર અને લેખક શ્રી દીપક સોલિયા પધાર્યા હતા. તેમણે પંડિત જવાહરલાલ નેહરુ લિખિત મહાદેવ દેસાઈ અનુવાદિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત ‘મારી જીવનકથા’ પુસ્તક વિશે રસપ્રદ વાતો કરી હતી. તેમણે પંડિત નેહરુના જીવનના અલગ અલગ આયામો વિશે માંડીને વાત કરી હતી. તેમણે ગાંધીજી અને પંડિતજીના સંબંધો અંગેની વિગતો શ્રોતાઓ સુધી પહોંચાડી હતી.
નવજીવન ટ્રસ્ટના નેહરુ વિશેષ ઉપક્રમના પહેલા મણકામાં શ્રી દીપક સોલિયાએ શ્રોતાઓને સમૃદ્ધ કર્યા હતા.