નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર આદરણીય હિમાંશી શેલત પધાર્યાં હતા.
હિમાંશી શેલતનાં કથાસાહિત્યએ ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો છે. એમની કૃતિઓ વાચકો અને વિવેચકોનો અઢળક પ્રેમ પામી છે. આ સમયની એક સશક્ત કલમ એવા હિમાંશીબેને પોતાના જીવન અને સર્જન વિશે ભાવકો સાથે ખૂબ રસપ્રદ વાતો કરી. આ સંવાદમાં સમાજ, સાહિત્ય, સર્જન અને જીવન વિશે લેખિકાએ પોતાનાં વિચારો પ્રગટ કર્યાં.
અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવકોએ આ સાહિત્યિક ગોઠડી ભારે હેતથી માણી.