અલી ઓ કાનો કજિયાળો, મારું માખણ મફતમાં ખાય કાનો કજિયાળો
જમનાજી ના ઘાટમાં, ગોવાળો ની સાથમાં
એ તો ગાયો ચરાવવા જાય કાનો કજીયાળો
અલી ઓ કાનો કજિયાળો
જશોદા નો જાયો, મારગે સંતાયો
ઓલી રાધા રોતી રોતી જાય, કાનો કજિયાળો
અલી ઓ કાનો કજિયાળો મારું માખણ મફતમાં ખાય કાનો કજિયાળો
રાધાગોરી સાથે ખેલે રંગ હોળી
હારે મારા હૈયામાં કઈ કઈ થાય, કાનો કજિયાળો
નંદજીનો લાલો, મીઠી મોરલી વાળો
હારે એનું મુખડું લાલ ગુલાલ કાનો કજિયાળો
અલી ઓ કાનો કજિયાળો
એના કજીયા નો નહીં પાર કાનો કજિયાળો
કાળો કાળો કાનો, આવે છાનો માનો
હારે એ તો ગોપીઓની ગાળો ખાય, કાનો કજિયાળો
રાધા નો દુલારો, કાનો કામણગારો
એ તો ભક્તોના ચીતડા નો ચોર કાનો કજીયાડો
એ તો ભક્તોના દુઃખ હરનાર કાનો કજીયાડો
અલી ઓ કાનો કજિયાળો.
મારું માખણ મફતનું ખાય કાનો કજિયાળો
એના કજીયા નો નહીં પાર કાનો કજિયાળો
એની લીલા નો નહીં પાર કાનો કજિયાળો
##№#🙏🙏🙏🙏🌹🌹🙏