#srisuktam #lakshmipuja #tantra
'શ્રી' કહીએ કે પછી 'દેવી લક્ષ્મી' કે પછી 'મા ભગવતી' કે પછી 'શકિત' તેમની પૂજાનું આપણી સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે. કહેવામાં આવે છે કે 'શ્રી'ની પૂજા અને અનુષ્ઠાન કરવાથી ધન-ધાન્ય, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ પૂજા કરવી કઈ રીતે? શ્રીસૂક્તમ એ ખૂબ જ પ્રાચીન અને દિવ્ય સ્તોત્ર છે, ઋગ્વેદમાં આ સ્તોત્રનો ઉલ્લેખ થયેલ છે. 'શ્રીસૂક્તમ' અને 'શ્રીયંત્ર' ની આરાધના ખૂબ જ દિવ્ય ગણવામાં આવે છે, તેની પૂજા એક ચોક્કસ પદ્ધતિથી કરવામાં આવે છે. તો શું છે આ પદ્ધતિ? શ્રીયંત્રની પૂજા કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ? કેમ શ્રીવિદ્યા છે એક ગુપ્ત વિદ્યા? જાણો આ બધી જ વાતોને આ અદ્ભુત પોડકાસ્ટમાં. ગુપ્ત નવરાત્રિ દરમિયાન શ્રીસૂક્તમના પાઠ કરવાનું ખૂબ મહત્વ છે. તો જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટને અને જાણો રહસ્મય-અદ્ભુત વાતોને. શ્રીસૂક્તમના સંપૂર્ણ સચોટ અર્થને પણ આપ અહીં સાંભળી શકશો.
શ્રી હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા સાહિત્યનાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ છે. તેઓ શ્રી તંત્રવિદ છે. તંત્ર વિદ્યા પર તેમનો વિષદ્ અભ્યાસ છે. તેઓ શ્રી એ તંત્ર વિદ્યાને સમજાવતા અને અન્ય સંસ્કૃત, ગુજરાતી ભાષાનાં ૧૫૦ જેટલા પુસ્તકો લખેલ છે. સાહિત્ય અકાદમી એવોર્ડ સહિત તેઓ અનેક એવોર્ડથી સન્માનિત થયેલ છે.
A conversation between Naishadh Purani ( @nnaishadh ) & Harshdev Madhav
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook : https://www.facebook.com/JalsoMusic
Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp
Download Jalso app : www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
05:40 - 'શ્રી' શું છે? અને 'સૂક્ત' શું છે? શું 'શ્રીસૂક્તમ' ના પાઠ કરવાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે?
09:52 - શું 'શ્રીસૂક્તમ' એ આ જગતનું સૌથી પહેલી સ્તોત્ર છે?
20:00 - 'શ્રીસૂક્તમ' નો વિસ્તૃત અર્થ
56:59 - મૂળે શ્રીસૂક્તમમાં 15 ઋચાઓનો સમાવેશ થાય છે તો બાકીના શ્લોક કઈ રીતે જોડાયા?
58:52 - 'શ્રીસૂક્તમ'માં સૂર્ય, ચંદ્ર અને જાતવેદનો ઉલ્લેખ વારે વારે કેમ થાય છે?
01:06:00 - 'શ્રીસૂક્તમ' અને 'શ્રીવિદ્યા' શું સમાન છે કે અલગ અલગ? માતાજીના અલગ અલગ સ્વરૂપો વિષે જ્ઞાન
01:18:15 - શું 'શ્રીસૂક્તમ'ના પાઠ કરવા માટે યજ્ઞ કરવા જરૂરી જ હોય?
01:20:00 - 'શ્રીયંત્ર' વિષેની અદ્ભુત જાણકારી
01:53:51 - આજના સમયમાં કેમ અચનાકથી આ બધી વિદ્યાઓ પ્રગટ થઇ રહી છે અને લોકો કેમ અચનાકથી ખૂબ રસ લઇ રહ્યા છે?
01:57:00 - જો આખો પાઠ ન કરવો હોય તો એક એક મંત્ર પણ કરી શકાય?
#podcast #interview #bhakti #mahakumbh2025 #shakti #tantra #tantrik
podcast, ahmedabad, gandhinagar, gujarati, gujrati, vadodara, baroda, surat, rajkot, junagadh, shreesuktam, srisuktam, mahakumbh 2025, mahakumbh, maha kumbh, bhakti, katha, tantra, mantra, tantrik vidhya