MENU

Fun & Interesting

મુઠીયા ઢોકળા કેવી રીતે બનાવવા - How To Make Muthiya Dhokla at Home - Aru'z Kitchen - Gujarati Recipe

Aru'z Kitchen 795,405 5 years ago
Video Not Working? Fix It Now

મુઠીયા ઢોકળા કેવી રીતે બનાવવા - How To Make Muthiya Dhokla at Home - Aru'z Kitchen - Gujarati Recipe #મુઠીયાઢોકળા #MuthiyaDhokla #AruzKitchen #GujaratiRecipe #Farsan સામગ્રી: ઘઉંનો જાડો લોટ 1 કપ; બાજરીનો લોટ 2 ચમચી; બેસન 2 ચમચી; ગ્રેટ કરેલી દૂધી 2 ચમચી; ભાત ½ કપ; ક્રશ કરેલ આદુ-મરચાની પેસ્ટ 1 ચમચી; ધાણાભાજી 1 ચમચી; લાલ મરચું પાવડર 1 ચમચી; હળદર ½ ટીસ્પૂન; ખાવાના સોડા 1 ટીસ્પૂન; મીઠું 1 ​​ટીસ્પૂન; ખાંડ 2 ટીસ્પૂન; 1 લીંબુનો રસ; લીમડો 20 પાંદડા; રાય 1 ટીસ્પૂન; લસણ 1 ટીસ્પૂન; તલ 2 ટીસ્પૂન; જીરું 1 ટીસ્પૂન; હીંગ 1 ટીસ્પૂન; તેલ; રીત: 01. ગેસ પર ઢોકળીયુ મૂકો અને તેમાં પાણી ઉમેરો. ઢોકળીયાની અંદરના ભાગને કાળો થતો અટકાવવા તમે તેનામાંથી રસ કાઢયા પછી તમે લીંબુને અહીં નાખો તો સારું. 02. ઢોકળિયામાં પ્લેટ મૂકી દો ઢાંકણું ઢાકી દો. 03. કાથરોટમાં તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, બેસન, દૂધી, આદુ-મરચાની પેસ્ટ, અડધી ધાણાભાજી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અડધી ખાંડ, ખાવાના સોડા ઉમેરો. 2 ટીસ્પૂન તેલ પણ ઉમેરો અને દરેક વસ્તુને મિક્સ કરી એક મજબૂત લોટ બાંધો. 04. લોટમાં જરૂર પૂરતું પાણી ઉમેરો. 05. તે કડક લોટ હોવું જોઈએ. 06. હવે તેમાં ભાત ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. ચોખા છેલ્લે ઉમેરવાથી આપડા ઢોકળા નરમ બને છે. તમે વિડિઓમાં જોઈ શકો છો. 07. એકવાર તમે લોટ ભેળવી લો, પછી તેને થોડું તેલથી કવર કરી દો. 08. મુઠિયા ઢોકળાનો આકાર બનાવવા માટે આ લોટનો એક ભાગ લો અને તેને તમારા હથેળીમાં દબાવો. મુઠીયા ઢોકળાનું નામ મુઠ્ઠી શબ્દ પરથી એટલે જ આવે છે. 09. જ્યારે તમે મુઠીયા ઢોકળાઓને આકાર આપો છો, ત્યારે ઢોકળીયામાં પાણી ગરમ થઇ ગયું હશે. 10. વિડિઓમાં બતાવ્યા પ્રમાણે બધા મુઠીયા ઢોકળીયામાં પ્લેટ પર મૂકો અને મધ્યમ આંચ પર લગભગ 5 થી 10 મિનિટ સુધી વરાળમાં પાકવા દો. 11. 5 મિનિટ પછી, એક ટુથપીક લઇ મુઠીયા ઢોકળા ની અંદર નો ભાગ ચેક કરો ને જો ડ્રાય બહાર આવે તો તે પાકી ગયા છે. 12. એકવાર બધા મુઠીયા પાકી ગયા હોય, એટલે ઢોકળીયાને ગેસપારથી ઉતારી નાખો અને ઢોકળાઓને કાપીને ફ્રાય કરો તે પહેલાં તેને ઠંડુ થવા દો. તે સામાન્ય રીતે 5 મિનિટ લે છે. 13. એકવાર ઢોકળા ઠંડુ થઈ જાય, પછી તેને કટકા કરી થોડા સમય માટે બાજુ પર મૂકી દો. 14. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો. 15. તેલ પૂરતું ગરમ ​​થઈ જાય એટલે કઢાઈમાં રાય, જીરું, લસણ, તલ, હિંગ, લીમડો અને મુઠીયા ઢોકળા નાખો. 16. બધું સારી રીતે મિક્સ કરી દો. 17. ઢોકળામાં ખાંડ તેમજ લીલા ધાણા નાખો, બધુ બરાબર મિક્સ કરી લો અને કઢાઈને ગેસપરથી ઉતારી લો. 18. હોમમેઇડ મુઠીયા ઢોકળા પીરસવા માટે તૈયાર છે. તેમને ચા સાથે પીરસો. Ingredients: Coarse Wheat Flour 1 cup; Bajra Flour 2 tablespoons; Besan 2 tablespoons; Grated Bottle Gourd 2 tablespoons; Cooked Rice ½ cup; Roughly Crushed Ginger-Chili Paste 1 tablespoons; Green Coriander 1 tablespoon; Red Chili Powder 1 tablespoon; Turmeric ½ tsp; Cooking Soda 1 tsp; Salt 1 tsp; Sugar 2 tsp; Juice of a Lemon; Curry Leaves 20; Mustard Seeds 1 tsp; Garlic 1 tsp; Sesame Seeds 2 tsp; Cumin 1 tsp; Asafoetida 1 tsp; Oil; Steps: 01. Place a steamer on the stove and add water to it. You could add the halves of the lemon after you have extracted the juice out of it to prevent the insider of the steamer from getting black. 02. Add the barrier and cover the lid of the steamer. 03. In a mixing bowl, add the Wheat Flour, Bajra Flour, Besan, Bottle Gourd, Ginger-Chili paste, half of the Green Coriander, Salt, Turmeric, Red Chili Powder, Lemon Juice, half of the Sugar, Cooking Soda, 2 tsp Oil and mix everything to form a strong dough. 04. Add water according to the needs of the dough. 05. It should be a firm dough. 06. Now add the Cooked Rice to the dough and knead it well. Adding the Rice later in the process ensures a thorough marbling of the rice which will give a soft and fluffy Dhokla in the end. You can see that later on in the video. 07. Once you have kneaded the dough, cover it with some Oil. 08. Take portions of this dough and press it in your palms to create the Muthiya Dhokla shape. 09. While you shape the Muthiya Dhoklas, the water in the steamer will have gotten up to temperature. 10. Place all the Muthiyas in the steamer on the plate as shown in the video and let them steam for about 5 to 10 minutes on a medium flame. 11. After 5 minutes, check if the Muthiya are cooked from within with the help of a toothpick and if it comes out clean after poking through, the Muthiya are cooked. 12. Once all the Muthiya are cooked, remove the steamer from the stove and allow them to cool down to room temperature before we cut and fry them. It usually takes about 5 minutes. 13. Once the Muthiyas are cooled enough, cut them into bite size and set them aside for a while. 14. Heat some Oil in a kadhai. 15. Once the Oil is hot enough, add the Mustard Seeds, Cumin Seeds, Garlic, Sesame Seeds, Asafoetida, Curry Leaves and the cut pieces of the Muthiya Dhokla into the kadhai. 16. Mix everything well. 17. Add the Sugar as well as the Green Coriander in the Dhoklas, mix everything well and remove the kadhai from the stove. 18. Homemade Muthiya Dhokla are ready to be served. Serve them with fresh tea. Social links: Instagram: https://www.instagram.com/aruzkitchen Facebook Page: https://www.facebook.com/aruzkitchen Telegram Channel: https://t.me/AruzKitchen

Comment