MENU

Fun & Interesting

Inspiring Talk with Nehal Gadhavi | Motivational Speaker, Teacher, Social Activist

Jalso Podcasts 28,392 3 months ago
Video Not Working? Fix It Now

#gujarati #motivation #women ગુજરાતનાં સુપ્રસિદ્ધ વક્તા નેહલ ગઢવી તેમની અનોખી અભિવ્યક્તિને લીધે ચાહક વર્ગમાં લેડી સિંઘમ તરીકે ઓળખાય છે. મૂળે જૂનાગઢમાં વતની અને ભાવનગર જેમની કર્મ ભૂમિ છે એવાં નેહલ ગઢવીની ઘરથી મંચ સુધીની સફર રસપ્રદ છે. તેઓ પોતે આ પોડકાસ્ટમાં તે વિષે વિસ્તારથી વાત કરે છે. સ્ત્રી સ્વાતંત્ર્ય પર તેઓ જેટલા ભારથી વાત કરે છે તેટલા જ ભાર સાથે તેઓ પુરુષો વિશે વાત કરે છે. તેમનાં સાથેના આ સંવાદમાં તેઓ સમાજમાં લગ્ન બાબતે છોકરા - છોકરીઓની વધી રહેલી અપેક્ષાઓ, ઈચ્છાઓ નિષ્પક્ષ પણે વાત કરે છે. કરિયર અને પરિવાર વચ્ચે ઝઝૂમતી સ્ત્રીઓને નેહલ ગઢવીની શિખામણ આ સંવાદ થકી ખૂબ મદદ કરશે.મનોદિવ્યાંગ બાળકોનાં શિક્ષક તરીકે, અને તેમનાં માટે સતત કાર્યરત તેઓએ જલસો સાથેનાં સંવાદમાં તે બાળકોનાં જીવનની તકલીફો, પડકારો, જરૂરિયાતો શું છે તે હૃદયદ્રાવક દ્રષ્ટાંતો કહી જણાવી છે. વધુ રસપ્રદ વાતો સાંભળો આ સંવાદમાં અને આપને પ્રતિભાવો જણાવો અમને અહી, અમારાં Instagram, Facebook page પર --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : https://www.facebook.com/JalsoMusic Instagram : https://www.instagram.com/jalsomusicandpodcastapp Download Jalso app : www.jalsomusic.com Timestamps: 00:00 - Introduction 02:55 - શું આપ ફેમીનીસ્ટ છો? 06:00 - આપણે સમાજના કયા સ્તર ઉપર છીએ? 09:30 - સ્ત્રીઓને હકીકતમાં શું નડે છે? 13:50 - શું તમે બદલાવ જુઓ છો? 21:15 - ઘણા ફેરફાર જે થયા છે એ અમુકવાર આઘાતજનક લાગે છે તમે એ ફેરફારોને કઈ રીતે જુઓ છો? 29:20 - સ્ત્રી અને આર્થિક સ્વતંત્રતાને તમે કઈ રીતે જુઓ છો? 32:30 - તમારી આસપાસના લોકોથી તમારા જીવનમાં શું અસર થઇ? 35:20 - કોઈ સંઘર્ષ રહ્યો? 38:55 - મંચ ઉપર કોઈ એવી ક્ષણ જે અતિશય યાદ રહી ગઈ હોય? 44:50 - દિવ્યાંગ બાળકો સુધી કઈ રીતે પહોંચ્યા? 53:50 - દિવ્યાંગ લોકોને જીવન જીવવામાં અને લોકોને તે વિષે સમજાવવામાં શું તકલીફો પડે છે? 58:45 - સમાજ તરીકે આપણે શું કરી શકીએ? 59:35 - નેહલ બેન સ્કાર્ફ કેમ પહેરે છે? 01:02:50 - ક્યાંય કોઈક કોમેન્ટ તમને વિચલિત કરી ગઈ હોય તેમ થયું છે? 01:05:30 - પુરુષોને તમે શું કહેવા માંગશો? 01:09:03 - સ્ત્રીઓને તમે શું કહેવા માંગશો? #motivation #nehalgadhvi #gujarati #podcast #women

Comment