વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય...(નીચે લખ્યું છે )..#kirtan #satsang #krishnabhajan
વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય...(નીચે લખ્યું છે )..#kirtan #satsang #krishnabhajan
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
માતા દેવકીજી ઘરે કૃષ્ણ જન્મ્યા
વાસુદેવ ટોપલામાં લઈને સીધાવ્યા
તૂટ્યા તાળાને પહેરીદાર ઝોલા ખાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
આઘેરાક જાય ત્યાં આડા જમનાજી આવ્યા
વાસુદેવના દિલડા ગભરાણા
દર્શન કરવાને નીર ઉછેરા થાય
મથુરા મેલી ને કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
જમનાજીએ જાણ્યું મારો વાલો પધાર્યા
વાલા એ જન્મ મરણ માં ચાપ્યા
ચરણ સ્પર્શ કરી નિર નીચેરા થાય
મથુરા મેલીને કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
જમનાજીએ સીધા મારગડા દીધા
જઈને જશોદાએ ગોદમાં રે લીધા
માયારૂપી કન્યા લઈને પાછા ઘેર જાય
મથુરા મેલીને કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
કન્યા લાવીને કંસના હાથમાં રે દીધી
મામા તે કંસે મારવા રે લીધી
મને શેનો માર તારો વેરી ગોકુળ ગામ
મથુરા મેલીને કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય
મહેતા નરસિંહના સ્વામી શામળિયા
ભાવ થકી ભજે તેને પ્રેમ થકી મળ્યા
ગોકુળમાં વાલો મારો લીલા કરી જાય
મથુરા મેલીને કાન ગોકુળમાં જાય
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય
મથુરા મેલી કાન ગોકુળમાં જાય