શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
ગુણલા ગાવાનુ મારે કામ રોજ મારે કરવી છે નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
નોકરી મજાની ને કામ છે મજાનું,
લેવું છે હરિનું નામ રોજ મારે કરવી નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
ખાવું પીવું ને હું તો રોજ મજા કરું,
એના દરબારનું રાખુ ધ્યાન રોજ મારે કરવી છે નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
સાકર હું શેઠનો એ માલિક છે મારો,
બાંધ્યો છે સબંધ તણો તાર રોજ મારે કરવી છે નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
કામ કરું ભૂલ કરું ભૂલને સુધારજો,
એક રંગનો બાંધ્યો છે તાર રોજ મારે કરવી છે નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
મનમોહન શેઠ ને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
અંતરનો બાંધ્યો છે તાર રોજ મારે કરવી છે નોકરી,
શામળીયા શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
ભક્તિના આનંદનો પગાર મળે છે,
ખુબ થાશે માલામાલ રોજ મારે કરવી છે નોકરી,
દામોદર શેઠને ઘેર રોજ મારે કરવી છે નોકરી,
ગુણલા ગાવાનું મળે કામ રોજ મારે કરવી છે નોકરી,