મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાતી સાહિત્યનું ઉજળું નામ. નવલકથાકાર, નાટ્યકાર, ઈતિહાસકાર, કેળવણીકાર અને ગાંધીવાદી સમાજ સેવક તરીકે દર્શકનું સર્જન દરેક પેઢી માટે અમૂલ્ય ભેટ છે. નવજીવન ટ્રસ્ટ ગુજરાતી સાહિત્યના ઉત્તમ પુસ્તકો નિયમિત પ્રગટ કરે છે. આ શ્રેણીમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ના નવ જેટલા પુસ્તકો નવા રૂપરંગ સાથે નવજીવ ટ્રસ્ટે પ્રગટ કર્યા છે. હવે નવજીવન ટ્રસ્ટ ઉજવી રહ્યું છે ‘દર્શકોત્સવ’. જેમાં ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો, નાટ્યકારો અને પ્રાધ્યાપકો વાત કરશે નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત દર્શકના અમૂલખ નવ પુસ્તકો વિશે.
‘દીપનિર્વાણ’ એ મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત બહુ જાણીતી નવલકથા છે. ગુજરાતી ભાષાના યુવા વાર્તાકાર, ભાવાનુવાદક અને કમ્યુનિકેટર શ્રી વિશાલ ભાદાણીએ અહીં આ નવલકથાનો સુંદર આસ્વાદ કરાવ્યો છે. રસાળ શૈલીમાં કૃતિ પરિચય આપ્યો છે. ભારતવર્ષની ધરતી પર હંમેશા વિદેશી આક્રમણોનો મારો રહ્યો છે. પ્રજામાં અને યોદ્ધામાં પૂરતું સામર્થ હતું પણ રાજાઓના અંદરોઅંદરના વેરભાવે ભારતવર્ષ ખંડિત રહ્યું અને વિદેશી આક્રમણકારીઓ ફાવ્યા. કેવી રીતે આ ધરતી પણ ગણરાજ્યોના દીવડાં ધીમે ધીમે બુઝાતા ગયા એની કથા આ નવલકથામાં વર્ણવાઈ છે. અહીં ઋષિપરંપરાની સાથોસાથ રાજકીય પરંપરાનું વર્ણન જોવા મળે છે. શ્રી વિશાલ ભાદાણીએ આ નવલકથાના દરેક ખૂણા વિશે વિગતે વાત કરીને કૃતિને પ્રેમથી વધાવી છે. સિકંદર અને મૌર્યકાળના બેકગ્રાઉન્ડમાં રચાયેલી આ કૃતિ કાળજયી છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ શ્રેષ્ઠ સાહિત્યને વાચનારા ભાવકો માટે ઉપલબ્ધ છે.
આશા છે ‘દર્શકોત્સવ’ થકી ભાવકો મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા મૂઠી ઉંચેરા સર્જક અને એમના સર્જનને જરા વધારે નજીકથી જાણે, ઉત્તમ સાહિત્ય માણે.
મનુભાઈ પંચોળી ‘દર્શક’ લિખિત ‘દીપનિર્વાણ’ નવલકથા નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ છે. આ પુસ્તક નવજીવન ટ્રસ્ટની વેબસાઇટ www.navajivantrust.org પરથી આપ પ્રાપ્ત કરી શકો છો. આપ નવજીવન ટ્રસ્ટના પ્રકાશન વિભાગમાં કોલ કરીને પણ આ પુસ્તક મંગાવી શકો છો.
મોબાઈલ - 9974465222
Phone : 079 - 27540635
આપ ઓનલાઈન બૅન્ક દ્વારા, ફોન પે, ગુગલ પે અથવા Paytm થકી પેમેન્ટ કરી શકો છો. પુસ્તક કુરિયરના માધ્યમથી તમારા ઘેર પહોંચી જશે.