MENU

Fun & Interesting

Mehfil | Govalani | Malayanil | મહેફિલ | મલયાનિલ | ગોવાલણી | ટૂંકી વાર્તા

CURTAIN CALL PRODUCTIONS 15,068 4 years ago
Video Not Working? Fix It Now

આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે મલયાનિલ ની એક ટૂંકી વાર્તા કંચનલાલ વાસુદેવ મહેતા, ઉપનામ: મલયાનિલ જન્મ - ૧૮૯૨ અમદાવાદ. મૃત્યુ - ૨૪ જૂન ૧૯૧૯ અમદાવાદ. તેમણે મુંબઈ વિશ્વવિદ્યાલય થી BA માં વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમની નાદુરસ્ત તબિયત ના કારણે તેઓ MA ની પરીક્ષા ના આપી શક્યા. મલયાનિલ ને ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા 'ગોવાલણી' આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. તેમની આ વાર્તા 1918માં હાજી મહંમદ અલ્લારખા શિવજી ના મેગઝીન "વીસમી સદી" માં પ્રકાશિત થઈ હતી. તેમની આ વાર્તા તેના હળવા પોત અને પાત્રાલેખન માટે નોંધનીય છે. તેમની વાર્તા "રજનું ગજ" પણ ગુજરાતી સાહિત્યમાં નોંધનીય છે. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું એપેન્ડીસીસ ના કારણે અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને બીજી વાતો' 1935માં તેમના પત્ની ભાનુમતી દ્વારા પ્રકાશિત થયો હતો જેમાં 1913 થી 1918 માં લખાયેલી 22 ટૂંકી વાર્તા સમાવિષ્ટ થઇ હતી. આધુનિક ગુજરાતી વાર્તા સાહિત્યની ધ્રુવતારક ટૂંકી વાર્તા 'ગોવાલણી' આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે. પઠન હરીશ મહેતા દ્વારા ઓડિયો સ્વરૂપે Gujarati Short Story - Govalani Written by Malayanil

Comment