#સત્સંગ #danveer_karna
#દાનવીર_કર્ણ_અને_ભગવાન_ક્રિષ્ના_સંવાદ
#angrajkarna #karn_veer_gatha
#suryputrakarn #krishnakirtan #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratisong #newsong2023
#mahabharat_krishna #karna_ane_bhagvan_krishna_sanvad
#DanveerKarn #Bravery #Sacrifice #IndianMythology #EpicTales #mahabharata
#Culture #Heritage #IndianCulture #History #MythologicalCharacter #IndianLegends
#viralvideo2023
#surat #prachin_bhajan
#karnadeath
#karn_dah_sanskar
===== દાનવીર કર્ણ અને ભગવાન ક્રિષ્ના સંવાદ ======
કૃષ્ણએ અર્જુનનો રથ શણગાર્યો
રથ લઈને યુદ્ધમાં રે હાલ્યા
દુર્યોધનની ભૂમિ આવી રે કૃષ્ણજી વાલા
રણભૂમિમાં કર્ણને જોયો રથને વાલે થંભાવી દીધો
રથનું પૈડું ખૂતાડી દીધુ રે કૃષ્ણજી વાલા
એક પૈડું ખેંચીને કાઢે ત્યાંતો બીજાને ખૂતાડી દીધું
કરણએ કાઢવા મદ્દદ માંગી રે કૃષ્ણજી વાલા
કાને કુંડળ ઝળહળે છે , કરણ કુંડળ તારા રજે ભરાણા
કુંડળ કાઢીને રથમાં મેલો રે કૃષ્ણજી વાલા
મુંગટ માથે ઝળહળે છે, મુંગટ તારો રજે ભરાણો
મુંગટ કાઢી કરણ રથમાં મેલો રે કૃષ્ણજી વાલા
કરણને તો બાણ જ માંર્યું ધરતી ઉપર એને ઢાળી દીધો
રથને હંકારી હાલ્યા રે કૃષ્ણજી વાલા
આઘેરા જઈને પાછા વળ્યાં વાલે સાધુનું તો રૂપ લીધું
ભિક્ષા કરણ પાસે માંગે રે કૃષ્ણજી વાલા
કરણ કહે મારી પાસે કઈ નથી ભિક્ષા તો હું શેની આપું
નિયમ મારા તૂટી જશે રે કૃષ્ણજી વાલા
સાધુ બોલ્યા કરણ તારા દાંતમાં સોનાની રેખા જળિયેલ
રેખા મુજને કાઢીને આપજો રે કૃષ્ણજી વાલા
કરણ કહે મને પથ્થરો આપો સાધુ તમને હું રેખા આપું
તો તો હું તમારો મજુર કહેવાવ રે કૃષ્ણજી વાલા
વાલો કહે હું તો મજુર કહેવાવ રે કૃષ્ણજી વાલા
કરણ રાજાએ કર લંબાવ્યો પથ્થર લઈને દાંતમાં માર્યો
દાંતમાંથી રેખા કાઢી રે કૃષ્ણજી વાલા
રેખા કાઢી એને હાથમાં રાખી લ્યોને સાધુ તમને દાન આપું
લ્યોને તમે હવે બ્રમ્હચારી રે કૃષ્ણજી વાલા
દાન લ્યોને તમે બ્રમ્હચારી રે કૃષ્ણજી વાલા
તારી રેખા લોહી પરુવાડી અશુદ્ધ દાન હૂતો નથી લેતો
પાણીએથી મને ધોઈને આપો રે કૃષ્ણજી વાલા
બાણ લઈને ધરતીમાં માર્યું ગંગાજીને એને પ્રગટ કર્યા
લોહી વાળી એને રેખા ધોઈ રે કૃષ્ણજી વાલા
લોહી વાળી રેખા ધોઈ રે કૃષ્ણજી વાલા
ભિક્ષા લઇ પ્રભુ પ્રગટ થયા કરણ તને શું રે આપું
જે રે જોઈએ તે લઈને માંગી રે કૃષ્ણજી વાલા
પ્રભુ તમે જો રાજી હોઈ તો મારી ઈચ્છા પુરી કરજો
ચતુર્ભુજ રૂપે દર્શન આપો રે કૃષ્ણજી વાલા
આઘેરાં જઈને વાલે રૂપ બદલાવ્યું શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા
કરણરાયને દર્શન દીધા રે કૃષ્ણજી વાલા
કરણને વાલે દર્શન દીધા કરણે વાલાને વિનંતી કરી
કુંવારી ભૂમિમાં મુજને બાળજો રે કૃષ્ણજી વાલા
પ્રભુજીએ વચન આપ્યા કુંવારી ભૂમિ ગોતવા હાલ્યા
આવ્યા છે સુરત શેરમાં આવ્યા રે કૃષ્ણજી વાલા
સુરત શેરમાં વાલો આવ્યા તાપીનો કિનારો જોયો
ચોખા જેટલી કુંવારી ભૂમિ ગોતી રે કૃષ્ણજી વાલા
બાણને ખૂતાડી વાલે કર્ણને એના પરજ રાખ્યો
અગ્નિદાહ મારે વાલાએ દીધો રે કૃષ્ણજી વાલા
વાલે મારે વચન દીધા ત્યાં ત્રણ પાન નો વડલો રોપ્યો
નરનારી સૌ દર્શન કરશે રે કૃષ્ણજી વાલા
જે કોઈ કર્ણની ગાથા ગાશે તેના મનને શાંતિ થશે
મનોકામના પુરી થશે રે કૃષ્ણજી વાલા
Album: દાનવીર કર્ણ અને ભગવાન ક્રિષ્ના સંવાદ
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar