Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/details?id=smm.example.smmapp
Website : http://smm.tss.ai/
Facebook : https://www.facebook.com/ShyamMahilaMandal
Instagram : https://www.instagram.com/shyammahilamandal/
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2020, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
:
સતી સીતાના ખોળા ભરાણા ધોબણ ગઇતી ગીત ગાવા (૨)
ઘરે આવી ત્યાં ધોબીએ પૂછ્યું
ક્યાં ગઇતી તું ગીત ગાવા ધોબણ ગઇતી ગીત ગાવા
સતી સીતાના ખોળા ભરાણા
ત્યાં ગઇતી હું ગીત ગાવા ધોબણ ગઇતી ગીત ગાવા
છ છ માસ એને રાવણે રાખી
તો યે સીતાને રામે રાખ્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા
ધોબીના મેણા રામે સાંભળીયા લક્ષ્મણ લક્ષ્મણ વીરા રે લક્ષ્મણ
સીતાને વન મેલી આવો રામ ધોબણ ગઇતી ગીત ગાવા
કાળા ઘોડાને કાળા વસ્ત્ર
સીતાને મેલવા ચાલ્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા
એક વન મુક્યુ ને બીજુ વન મુક્યુ
ત્રીજે વન ઉતાર્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા
લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં ભૂખ બહુ લાગે રામ ધોબણ ગઇતી ગીત ગાવા
વનમાં ભાભી ઝાઝા વનફળ
નીચે પડેલા ફળ ખાજો રામ ધોબણ ગઇતી ગીત ગાવા
લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તરસ બહુ લાગે રામ ધોબણ ગઇતી ગીત ગાવા
વનમાં ભાભી ઝાઝી નદીયું
ખોબો ભરીને પાણી પીજો રામ ધોબણ ગઇતી ગીત ગાવા
લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં તડકા લાગે રામ ધોબણ ગઇતી ગીત ગાવા
વનમાં ભાભી ઝાઝા ઝાડવા
,ઝાડવાને છાંયે બેસજો રામ ધોબણ ગઇતી ગીત ગાવા
લક્ષ્મણ લક્ષ્મણ દેરીડા રે
વનમાં બીક બહુ લાગે રામ ધોબણ ગઇતી ગીત ગાવા
વનમાં ભાભી ઝાઝા રોઝડા
,રોઝડાની ઓળખાણ કરજો રામ ધોબણ ગઇતી ગીત ગાવા
ઘેરે આવીને રામે પૂછ્યું
સીતાને ક્યાં મૂકી આવ્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા
એક વન મુક્યુ ને બીજુ વન મુક્યુ
ત્રીજે વન મૂકી આવ્યા રામ ધોબણ ગઇતી ગીત ગાવા
ઘડો ફૂટેને રઝળે ઠીકરી
એવા રઝળે સીતા માત ધોબણ ગઇતી ગીત ગાવા
જળ વિનાની માછલી તલસે
એવા તલસે સીતા માત ધોબણ ગઇતી ગીત ગાવા
ગાય વિનાના વાછરું ભાંભરે
એવા ભાંભરે સીતા માત ધોબણ ગઇતી ગીત ગાવા