જાણીતા લેખક અને વક્તાશ્રી શૈલેષભાઈ સગપરીયા એ જણાવ્યું હતું કે, સુખનું સાચું સરનામું ‘પરિવાર’ છે. તે માટે પરિવારના દરેક સભ્ય એ પરિવાર ભાવનાનું જતન કરવું જોઈએ. જીવનમાં કડવાશ ગળી જઈએ તો જ ખુશાલી આવે. તે માટે જેમ દવાની કડવી ગોળી ગળી જવાઈ અને મીઠી ગોળી ચગળતા હોઈએ છીએ તેમ મીઠી વાતો કે ઘટનાઓને યાદ રાખો. પરંતુ, અપમાન કે કટુ શબ્દો ભૂલી જવામાં વધુ મજા છે. પરિવારને સુખી રાખવા અને પોતાની જાતને ખુશ રાખવા માટે દરેક સભ્ય એ લેવાની કાળજી અંગે ચર્ચા કરી હતી. ૧). પરિવારમાં વડીલોને હંમેશા આદર આપો. ૨). યુવાનોને જરૂરી સ્વાયત્તા અને મોકળાશ આપો. ૩). પરિવારમાં અનુકૂળ બનો, બધા જ સભ્યો પોતાની રીતે જ જીવે તો પરિવાર સુખી ન થાય. ૪). પરિવારમાં લાગણીથી જોડાયેલું રહેવા સહનશીલ બનો, પોતાની ઈચ્છા પ્રમાણે ન પણ થાય. ૫). કોઈની પણ ભૂલ થાય ત્યારે, હંમેશા માફ કરતા શીખો. પરિવારમાં પરસ્પર સ્નેહ, આદર અને સ્વમાન જળવાઈ રહે તો પરિવાર વધુ ખુશ રહે અને દરેક સભ્ય ખુશી અનુભવી શકે છે. ૬). દેખાદેખીના ખોટા ખર્ચા બંધ કરવા અને બચત અને રોકાણ કરી ભવિષ્યની જરૂરિયાત અંગે આર્થિક આયોજન જ પરિવારને મુશ્કેલીઓ માંથી બચાવે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #happyfamily
*******************************************************************
❋ Instagram : https://www.instagram.com/spss_surat/
❋ Facebook : https://www.facebook.com/shreesaurashtrapatelsevasamajsurat/
❋ LinkdIn : https://www.linkedin.com/in/shree-saurashtra-patel-seva-samaj-surat-787857261/
❋ Twitter : https://twitter.com/Official_SPSS
❋ Youtube : www.youtube.com/channel/UCd-Lq02xvAHWHfLPwNfi5PA
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222