"જીવનનું પંચામૃત"
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ જાગરણ અને ઉત્થાનના ભાગ રૂપે શ્રીમતી એમ. એમ. ખેની ભવનમાં દિનાંક 23 ડિસેમ્બર 2024ને સોમવારના રોજ રાત્રે 8:30 કલાકે જાહેર જનતા માટે રાષ્ટ્રીય ચરિત્ર્ય અંગે “જીવનનું પંચામૃત” નું આયોજન કારવમાં આવ્યું હતું. જેમાં પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્ત અને બોટાદ આશ્રમના સ્વામી એવા પરમ આદરણીય સ્વામી આત્માનંદ સરસ્વતી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વામીજીએ પોતાની આક્રમક અને આગવી શૈલીમાં ઉપસ્થિત તમામ ને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા હતા. આ કાર્યક્રમમા કતારગામ, અમરોલી અને વરાછા સહિત સમગ્ર સુરત માંથી 950 થી વધુ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.