Talk Show | માતૃભાષા નું મહત્વ | Shree H.J. Gajera Primary English School, Katargam
મા - મારી અને તમારી વાચા, આપણી વાચા
તૃ - તૃષા છિપાવે છે. આપણી અવ્યક્ત લાગણીઓની કે વિચારોની. કોઈ પણ વધારે વિચાર કરવાની જરૂર પડતી નથી. સાહજિક રીતે બોલી શકાય છે.
માતૃભાષા આપણી આંખ છે અને અંગ્રેજી ભાષા આપણી પાંખ છે બંને જરૂરી છે. ત્વચાને ભોગે વસ્ત્રની માવજત ન હોય આંખને ભોગે ચશ્મા નુ જતન ન હોય.
શ્રી એચ. જે.ગજેરા વિદ્યાભવન કતારગામ શાળામાં તારીખ ૧૦\૩\૨૦૨૨ ગુરૂવારના રોજ ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત પ્રોફેસર ઉર્વશીબેન દવેએ આ ટોક શો માં હાજરી આપી હતી. તેમણે આ ટોક શો ના આધારે આપણી માતૃભાષા નું મહત્વ ખૂબ જ સરસ અને સરળ રીતે સમજાવ્યું હતું.
પ્રોફેસર ઉર્વશીબેને અમારા વિદ્યાર્થીઓના મુંઝવણ અનુભવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન વિગતવાર ઉદાહરણ આપીને આપ્યું હતું. પ્રોફેસર ઉર્વશીબેનના સંતોષકારક જવાબ દ્વારા વિદ્યાર્થીઓના મનમાં માતૃભાષા વિશે ની અસમંજસ દૂર થઈ અને પોતાની માતૃભાષા વિશે ગૌરવવંતી લાગણીનો સુખદ અનુભવ થયો હતો.
તેમના દ્વારા અપાયેલ સમજણ દ્વારા ભાષા અને બોલી વચ્ચેનું અંતર સ્પષ્ટ થયું અને લેખન વિશેની ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થવાથી પરીક્ષાલક્ષી લેખનકાર્યમાં સુધારો કરવો અત્યંત સરળ બની રહેશે.