MENU

Fun & Interesting

Bharatji Vaghela

Bharatji Vaghela

SANATAN DHARM - સંત શ્રી દોલતરામજી મહારાજ , નોરતા ---- સંતો કહે છે,સમુદ્રરૂપી દેહ છે તેનું મંથન કરવામાં આવ્યું એટલે અજંપા જાપ થી ધ્યાન કરવામાં આવ્યું મેરુ પર્વતરૂપી ત્રિકુટી છે.શેષનાગરૂપી મન છે.અર્થાત ત્રિકુટી મનનું સ્થાન છે.કચ્છ(કોરમ-કાચબો) રૂપી શબ્દ છે જે આધારરૂપ છે. ચૌદરત્નોરૂપી દશ ઇન્દ્રિઓ પાંચ કર્મેઇન્દ્રિઓ પાંચ જ્ઞાનઇન્દ્રિઓ સુરતાને શબ્દ, તથા આત્મા – પરમાત્મા (ધૂન) જ્ઞાનરૂપી અમૃત છે.ઘડારૂપી ગગનમંડળ છે.વિષયવાસનારૂપી ઝેર છે.વાસનારૂપી ઝેરથી સમુદ્રરૂપી દેહ સાફ થઇ જશે અર્થાત બળી જશે.અમૃત સર્પીણીરૂપી કુંડલી પી જાય છે અને ઝેર ઉત્પન કરે છે.ક્રોધરૂપી મહીસાસુર દાનવ છે. ગુરૂમહારાજના વચનરૂપી શંકર છે. અર્થાત વચન પાક બને ત્યારે મનની વાસનાઓ નષ્ટ થાય છે અને મન પવિત્ર બને છે. વચનના આધારે મનનું ઝેર શમે છે.બાર જ્યોતિલિંગ રૂપી બાર મુકામી સ્વરૂપો છે.