નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં
પંડિત જવાહરલાલ નેહરુ લિખિત મણિભાઈ ભ. દેસાઈ અનુવાદિત અને નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત એક ઉત્તમ પુસ્તક ‘જગતના ઈતિહાસનું સંક્ષિપ્ત રેખાદર્શન’ વિશે વક્તવ્ય આપ્યું. આ સિવાય નેહરુએ પોતાની પુત્રી ઈન્દિરા ગાંધીને લખેલા પત્રોનું નાનકડું પુસ્તક ‘ઇન્દુને પત્રો’ વિશે ગોઠડી કરી.
પોતાના જેલવાસ દરમિયાન નેહરુએ આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં પ્રાચીન સંસ્કૃતિઓથી વાત શરું થાય છે અને પછી એશિયા પર અને એમાંય ભારત વિશેષ વિગતે વાત થઈ છે. ભારતનો સુવર્ણ યુગ. ભારતની રાજકીય અને સાંસ્કૃતિક અસરો. વિધવિધ ધર્મોનો ઉદય, માનવજાતિ પર એનો પ્રભાવ. આ પુસ્તકમાં સામ્રાજ્યવાદ, સમાજવાદ, વિશ્વયુદ્ધ, ધર્મયુદ્ધ, રાજાઓ, ગુલામો, લોકશાહી, લડાઈ અને ગરીબી આ દરેક મુદ્દા પર આ પુસ્તકમાં વિગતે વાત થઈ છે. ટુંકમાં માનવજાતિનો ૫ હજાર વર્ષ જૂનો ઈતિહાસ અહીં આલેખાયો છે.
પૂરું વક્તવ્ય જોવા માટે નીચેની લિંક પર લિંક ક્લિક કરો:
https://youtu.be/7XalrLw5VpA?si=zYqX99dRc6e4VlpT