ડભોઈ થી ચાણોદ તરફ જતા સીનોર ચોકડી પાસે આવેલ સુખધામ આશ્રમ વડીલો માટે તમામ સુવિધાઓ સાથેનું એક શાંત, સુંદર અને રમણીય સ્થળ છે. શિવ સંકલ્પ વેલ્ફેર ફાઉન્ડેશન સંચાલિત સુખધામ ના પ્રેરક પ્રણેતા શ્રીમાન ધીરજલાલ મોહનલાલ રાજ્યગુરુ અને તેમના ધર્મપત્ની શ્રીમતી શાંતાબેન ધીરજલાલ રાજ્યગુરુ છે. આ રમણીય સુખધામ પરિસર, તેની સુવિધાઓ અને પ્રવૃત્તિઓની ઝલક આ વિડીયોમાં આપ જોઈ શકો છો.
આ તકે ખાસ સ્પષ્ટતા કરવાની કે વૃદ્ધાશ્રમ એ સ્વસ્થ પરિવાર કે સમાજનું પ્રતિક નથી.
આપણી ચેનલ વૃદ્ધાશ્રમના વિચારને સમર્થન આપતી નથી.
પરંતુ નિસંતાન, નિરાધાર, અશક્ત અને અસહાય વૃદ્ધો અને વડીલોની કોઈક રીતે યોગ્ય સંભાળ, સારવાર, કાળજી લેવાય અને તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં સ્વસ્થતા અને આનંદથી જીવી શકે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાની આવશ્યકતા પણ અનિવાર્ય બની છે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઈએ.
આવા એક સંકુલનું નિર્માણ ગુજરાતના ડભોઈ પાસે થયું છે તેની આજે મુલાકાત લઈએ.
અમે આ સંસ્થા સાથે કોઈ રીતે સંકળાયેલા નથી, માત્ર એક પ્રવાસ દરમિયાન રસ્તામાં આ સંસ્થાને જોઈ અને તેમના સંચાલકોની મંજુરી પછી તેનો vlog શૂટ કરેલ અને તેની માહિતી લોકો સુધી પહોચાડી.
આ વિડીયોની શરૂઆતમાં disclaimer પણ મુકેલ છે.
વિડીયોની શરૂઆતમાં જ્યાં સુખધામની વાત છે, ત્યાં વિડીયો પોઝ કરી આપ નંબર મેળવી શકો છો.
તેમ છતાં આપની અનુકુળતા માટે આપ ૯૯૭૮૬૨૭૨૯૭ , 9978627297 નંબર પર ફોન કરી વિશેષ માહિતી મેળવી શકો છો.
https://sukhdham.co.in/
આ વેબસાઈટ પર તમામ વિગતો, બ્રોશર આપેલ છે તથા તેમના સંપર્ક માટેની વિગતોનો ઉપયોગ કરી શકશો.
આભાર
sukhdham ashram dabhoi