તુલસી ને ક્યારે દાદા નાં બેસણા || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || નયનાબેન લાડવા
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_____________________ કિર્તન ___________________
તુલસી ને ક્યારે દાદા નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
હે માગું મારા દીકરા પાસે શીખ દીકરા નાતુ ને નોતરા આપજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
માંગુ મારા વવારૂ પાસે શીખ વહું તમે કુતરા ને રોટલો નાખજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
હે દાદા જલ્દી તૈયાર થાવ રથડા આવ્યા શ્રી રામ ની વાડીએ રે
રામ તમે ઘડીક રથને રોકજો રે
હે માગું મારા દીકરી પાસે શીખ દીકરી પાણી નાં પરબ બાંધજો રે
તુલસી ને કયારે દાદાજી નાં બેસણા રે
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
દીકરા અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
વવારૂ અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
દાદા નાં આંગણીયા માં રામ ધુન લાગી
રામ ધુન લાગી ભજન ધૂન લાગી
દાદા નો જીવલડો એમ તેમ બોલે
દીકરી અમને રોકી લ્યો ને રાત ભજન ધુન લાગી
જમડા ની આગળ અમારૂં કાંઈ નવ ચાલે
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી
કેમ કરી ને રોકું તમને રાત ભજન ધુન લાગી