#pushtimarg #krishna #holi
ષષ્ઠગૃહ વલ્લભકુળના બાલક પૂજ્યપાદ્દ આચાર્યશ્રી શરણમકુમારજી ગોસ્વામી સાથેનો આ સંવાદ ખૂબ વિશેષ છે. આ સંવાદમાં તેમણે પુષ્ટિમાર્ગીય સંપ્રદાય વિશે, હવેલીમાં થતી ઠાકોરજીની સેવા વિશેની રસપ્રદ માહિતી પ્રદાન કરી છે. હોળીનો તહેવાર નજીક છે અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં આ તહેવારનું અનેરું મહત્વ છે. વ્રજની હોળી તો આજે ખૂબ જ પ્રચલિત છે તેમજ સમગ્ર દેશમાં જુદી જુદી પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં હોળીના 40 દિવસ પહેલાથી જ તેની ઉજવણી શરું થઇ જાય છે. તો આ હોળી કઈ રીતે ઉજવાય છે? ઠાકોરજીની કઈ રીતે વિશિષ્ટ સેવા કરવામાં આવે છે? હોળીના રસિયા કે જે શ્રીકૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવને, પ્રેમભાવને કીર્તન સ્વરૂપે પ્રસ્તુત કરે છે તેનું શું મહત્વ છે? દોલોત્સવ કઈ રીતે ઉજવવામાં આવે છે? વ્રજમાં હોળી કઈ રીતે ઉજવવામાં આવે છે? યંગસ્ટર્સે જો ડિપ્રેશનથી બચવું હોય તો કઈ રીતે બચી શકે? અને આવા અનેક રસપ્રદ તેમજ જ્ઞાનવર્ધક પ્રશ્નોના સુંદર તેમજ સચોટ જવાબ તમે અહીં સંવાદમાં મેળવી શકશો. આ સંવાદ છેલ્લે સુધી સાંભળજો, શ્રીકૃષ્ણ પ્રત્યેનો આપણો ભક્તિભાવ ચોક્કસપણે સહેજ વધુ પ્રબળ થશે. આ પોડકાસ્ટ વડોદરામાં આવેલી વર્ષો જૂની, અલૌકિક તેમજ પ્રચલિત શ્રી કલ્યાણરાયજીની હવેલીમાં રેકોર્ડ થયો છે જે આ પોડકાસ્ટમાં થતા સંવાદને વધુ ભાવસભર બનાવે છે. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ અહીં માત્ર Jalso Podcasts YT Channel પર.
Watch full conversation between Naishadh Purani ( @nnaishadh ) and Shri Sharnamkumarji Mahodayshri only on Jalso Podcasts YT Channel.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com
Timestamps:
00:00 - Introduction
05:00 - હવેલીમાં હોળીના ઉત્સવની કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે?
11:00 - ૪૦ દિવસની હોળીની ઉજવણીમાં કયા કયા ઉત્સવો ઉજવવામાં આવે છે?
15:25 - ફાગ અને વસંત એ જુદી જુદી ઋતુ તરીકે ઉજવવામાં આવે છે?
16:30 - રસિયા શું છે?
20:00 - શ્રીમહાપ્રભુજી માટે ગવાતું એક પદ
23:40 - રસિયામાં ઠાકોરજીની કરવામાં આવતી ટીખળ વિશે
27:37 - દોલોત્સવ શું છે? ક્યારે ઉજવવામાં આવે છે?
31:00 - વ્રજમાં હોળીની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે?
32:00 - યુવા પેઢીને આપણી પરંપરાઓ સાથે કઈ રીતે વધુ જોડી શકાય?
37:20 - ડિપ્રેશનથી યુવાનો કઈ રીતે બચી શકે? પુષ્ટિમાર્ગમાં તે વિશે શું ઉપાય છે?
52:50 - પુષ્ટિમાર્ગ શું છે? તેમાં કઈ રીતે સેવા કરવામાં આવે છે?
58:30 - શું વલ્લભકુળના બાલકો માટે બીજો કોઈ માર્ગ હોય છે?
01:01:30 - શ્રીકલ્યાણરાયજીની હવેલી વિશે
01:05:30 - બધાએ 'ભાગવત' કેમ વાંચવી જોઈએ?
01:10:10 - સુંદર રસિયાનું કીર્તન
#pushtimarg #krishna #holi #vrindavan #mathura #barsana #haveli #nathdwara #gujarati #podcast
holi, holi khel, holi ke rasiya, rasiya, krishna bhajan, pushtimarg, shri dwarkeshlalji, vrindavan ki holi, vraj ki holi, barsana ki holi, traditonal holi, dolotsav, rasiya geet