દીકરા નું સુંદર લગ્ન ગીત || લગ્ન ગીત લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_____________________ ___________________
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે
ટેપ વગાડે રૂડા દાદા ને જગાડે
દાદા આપણે સુંદર કન્યા કેવી રીતે લાવશું
લગનીયા લઈ આવીશું લગનીયા વધાવશુ
હજારો માણસની વચ્ચે દીપ્તિ વહુને લાવશું
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે
ટેપ વગાડે રૂડા કાકાને જગાડે
કાકા આપણે સુંદર કન્યા કેવી રીતે લાવશું
કુટુંબડા તેડાવશું ગીતડા ગવડાવશુ
હજારો માણસની વચ્ચે દીપ્તિ વહુ ને લાવશૂ
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે
ટેપ વગાડે રૂડા મામાને જગાડે
મામા આપણે સુંદર કન્યા કેવી રીતે લાવશું
મામેરા પુરાવશો ઢોલ રે વગડાવશુ
હજારો માણસની વચ્ચે દીપ્તિ વહુ ને લાવશું
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે
ટેપ વગાડે રૂડા વીરા ને જગાડે
વીરા આપણે સુંદર કન્યા કેવી રીતે લાવશું
માંડવડા રોપાવશું શરણાયું વગડાવશુ
હજારો માણસની વચ્ચે દીપ્તિ વહુ ને લાવશું
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે
ટેપ વગાડે રૂડા બેનીને જગાડે
બેની આપણે સુંદર કન્યા કેવી રીતે લાવશું
જાનુ રે જોડાવીશું જાનડીયુ શણગારશું
હજારો માણસની વચ્ચે દીપ્તિ વહુ ને લાવશું
કાચ કેરો બંગલો ઝરૂખે ભરેલો ઝરૂખે બેસીને વીરા ટેપ વગાડે