MENU

Fun & Interesting

હર હર કરતી પારવતી હિમાલય માં તપ કરતી - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે) શિવરાત્રી - ૨૦૨૩

Nimavat Vasantben 573,120 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

કિર્તન નો રાગ - જિંદગી મારી ગુમાય ગઈ

કિર્તન -
એક હર હર કરતી પારવતી હિમાલય માં તપ કરતી...
ઈ તો બાર વરસ ની બાળકડી હિમાલય માં તપ કરતી...

રેતીની તો લિંગ બનાવી
ઈ તો સાચા શંકર માનતીતી હિમાલય માં તપ કરતી...

અબીલ ગુલાલ ને ફૂલ ચડાવતી
ઈ તો બીલી ના પત્ર ચડાવતીતી હિમાલય માં તપ કરતી...

ગંગા જમુના ના નીર ચડાવતી
ઈ તો દૂધ ની ધારા કરતીતી હિમાલય માં તપ કરતી...

અગર ચંદન નો ધૂપ જ કરતી
ઈ તો કપૂર ની આરતી ઉતારતીતી હિમાલય માં તપ કરતી...

અન્ન ને જળ નો ત્યાગ કરીને
ઈ તો ફળ ફૂલ ખાઈ ને રેતીતી
હિમાલય માં તપ કરતી...

રાત દિવસ એ જોતી નથી રે
આરામ જરીયે કરતી નથી રે
ઓમ નમઃ શિવાયના જાપ જપતી હિમાલય માં તપ કરતી...

એક જ પગે ઉભી રહીને
હર હર મહાદેવ જપતીતી હિમાલય માં તપ કરતી...

સપ્ત ઋષિઓ ત્યાં આવે છે
ઉમૈયા ને સમજાવે છે
ઉમૈયા કહે ઈ તો મારા પતિ હિમાલય માં તપ કરતી...

ભોળા મહાદેવજી પ્રસન્ન થયા છે
માંગો સતી તમે માંગો સતી જે જોઈએ તે માંગો સતી
સતી પારવતી જી એવું જ માંગે
ભવો ભવ તમે ભોળા પતિ હિમાલય માં તપ કરતી...

પારવતી મન માં હરખાયા
સૌ ભક્તોએ ગુણલા ગાયા
શિવ પારવતી ના થયા વિવાહ હિમાલય માં તપ કરતી...

ગણેશ જી એના પુત્ર થયા છે કાર્તિકેય એના પુત્ર થયા છે
શિવજી તો એના પ્રાણ પતિ હિમાલય માં તપ કરતી...

ઈ તો બાર વરસની બાળક્ડી હિમાલય માં તપ કરતી...
એક હર હર કરતી પારવતી હિમાલય માં તપ કરતી...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Comment