હસી હસીને🤣 પેટમાં દુખિયા આવે એવું જોરદાર👌ફટાણું વાલોરના શાક માં જોવા જેવી થઈ comedy wedding song 👇
હસી હસીને🤣 પેટમાં દુખિયા આવે એવું જોરદાર👌ફટાણું વાલોરના શાક માં જોવા જેવી થઈ comedy wedding song 👇
મારા વાડામાં વાલોડ નો વેલો
વાલોર લુમ્બે જુમ્બે મારી સાઈ
વાલોડના શાકમાં જોયા જેવી થઈ
નીશા વવે સુંડલો ભરીને ઉતારી
વાલોડનું શાક બનાવ્યું મોરી સહી
વાલોડના શાકમાં જોયા જેવી થઈ
મનીષભાઈ તો જમવા ને બેઠા
શાકમાં મીઠાની તાણ પડી ગઈ
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
મનીષ ભાઈ તો ઉભા થય ગયા
ચોટલો જાલીને ફેરવી મોરી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
તેર તમાચાને ચૌદ ચીટીયા
પડખામાં પાટો માર્યો મારી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
નીશા વવે બીતરા પોટલા બાંધીયા
પિયરની બસ એને પકડી મોરી સઇ
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
સીમાડે પહોંચી ત્યાં વીરા એ જોયું
બેન મારી પાછી આવી મોરી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
ચોરે પોચી એના પિતાએ જોયું
દીકરી પાછી આવી મોરી સઇ
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
શેરીએ પહોંચી ત્યાં બેનપણીએ જોયું
જાસૂસણ પાછી આવી મોરી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
ડેલી એ પહોંચી ત્યાં એની માં એ જોયું
મારી લાડકી પાછી આવી મોરી સઈ
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
ફળિયામાં બેઠેલી કુતરીએ જોયું
ધોકા મારવા વાળી આવી મારી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
રસોડે પોચી ત્યાં એની ભાભી એ જોયું
આઘાપાછી કરવા વાળી આવી મોરી સઇ
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
પારણીયે પેઢેલા ભત્રીજાએ જોયું
ફળિયાની ફુઈ પાછી આવી મોરી સહી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
દીવાલે બેઠેલી મીંદડીએ જોયું
મારી જેવી મીંદડી પાછી આવી મોરી
વાલોરના શાકમાં જોયા જેવી થઈ
મારા વાડામાં વાલોડ નો વેલો
વાલોર લુમ્બે જુમ્બે મારી સાઈ
વાલોડના શાકમાં જોયા જેવી થઈ
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏