શિવજી શિખર ઉપર બેઠાં માંડી ચાર જુગની વાત - ઉષ્માબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
શિવજી શિખર ઉપર બેઠાં માંડી એણે ચારે જુગની વાત ભોળા શિવજી રે...
પેલા જુગમાં કાર્તિક કેવાણાં લીધો એણે શંકર ઘેર અવતાર ભોળા શિવજી રે...
પેલા જુગમાં તાડકાસુર ને માર્યો હે માર્યો એને દેવોને કારણીએ ભોળા શિવજી રે...
બીજા જુગમાં રામજી કેવાણાં લીધો એણે દશરથ ઘેર અવતાર ભોળા શિવજી રે...
બીજા જુગમાં રાવણ ને માર્યો હે માર્યો એને સીતાને કારણીયે ભોળા શિવજી રે...
ત્રીજા જુગમાં કૃષ્ણજી કેવાણાં લીધો એણે વાસુદેવ ઘેર અવતાર ભોળા શિવજી રે...
ત્રીજા જુગમાં કંસ ને માર્યો હે માર્યો એને માત પિતા ને કારણીયે ભોળા શિવજી રે...
ચોથા જુગમાં રામાપીર કેવાણાં લીધો એણે અજમલ ઘેર અવતાર ભોળા શિવજી રે...
ચોથા જુગમાં ભૈરવ ને માર્યો હે માર્યો એને મનુષ્ય ને કારણીયે ભોળા શિવજી રે...
શિવજી શિખર ઉપર બેઠાં માંડી એણે ચારે જુગની વાત ભોળા શિવજી રે....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ